Home> India
Advertisement
Prev
Next

સનકી પતિએ પત્ની અને 3 બાળકોની હત્યા કરી મોત વ્હાલું કર્યું, લાશો જોઈ પોલીસ હેબ્તાઈ ગઈ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં બનેલા હત્યાના બનાવે લોકોને હચમચાવી નાખ્યા છે.

સનકી પતિએ પત્ની અને 3 બાળકોની હત્યા કરી મોત વ્હાલું કર્યું, લાશો જોઈ પોલીસ હેબ્તાઈ ગઈ

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં બનેલા હત્યાના બનાવે લોકોને હચમચાવી નાખ્યા છે. શહેરના મસૂરી વિસ્તારમાં એક વ્યક્તિએ તેની પત્ની અને 3 માસૂમ બાળકોની હત્યાની કોશિશ કરીને પોતે પણ આત્મહત્યા કરી નાખી. 37 વર્ષના મૃતક આરોપી પ્રદીપનું મોત થઈ ગયું. પ્રદીપની પત્ની અને એક બાળકીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા હતાં જ્યાં તેમના મોત નિપજ્યાં. આ ઘટનાની જાણકારી પરિજનોને શુક્રવારે સવારે થઈ. ઘરમાંથી બાળકીના રડવાનો અવાજ આવતો હતો. ત્યારબાદ દરવાજો ન ખુલતા પોલીસને જાણ કરવામાં આવી અને દરવાજો  તોડીને અંદરથી કુંડી ખોલાઈ.

fallbacks

મૃતક આરોપી પ્રદીપ પાસેથી પોલીસને એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે જેમાં તેણે લખ્યું છે કે તેની પત્ની તેના પર શક કરતી હતી. જેના કારણે તેણે બધાની હત્યા કરીને તેમના મોઢા પર ટેપ લગાવી દીધી. આ ઘટના મસૂરીના ન્યુશતાબ્દીપુરમ આઈડિયલ કોલેજ પાસે ઘટી. 

જુઓ LIVE TV

એક બાળકી અને પત્નીને હોસ્પિટલ લઈ જવાયા હતાં પરંતુ ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. પતિનું નામ પ્રદીપ (37), મૃતક આરોપીની પત્ની એમ્સમાં નર્સ હતી, ત્રણ બાળકો જેમની ઉંમર 8 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષ હતી તેમના પણ મોત નિપજ્યાં. એવું કહેવાય છે કે પ્રદીપને દારૂની લત હતી અને હાલ તે કોઈ કામ કરતો નહતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More